fbpx
Tuesday, November 12, 2024

અનિલ કપૂરનો દીકરો હર્ષવર્ધન મિસ્ટ્રી ગર્લનો હાથ પકડીને ચાલતો જોવા મળ્યો, વીડિયો જોઈને લોકો પૂછી રહ્યા છે એક જ સવાલ

બોલિવૂડ એક્ટર અનિલ કપૂરનો પુત્ર હર્ષવર્ધન કપૂર ભલે લાઈમલાઈટથી દૂર હોય પરંતુ અચાનક જ લાઇમલાઈટમાં આવી ગયો છે. હર્ષવર્ધનનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે મિસ્ટ્રી ગર્લ સાથે જોવા મળી રહ્યો છે.

વાયરલ વીડિયો જોઈને યુઝર્સ સવાલ કરી રહ્યા છે કે હર્ષવર્ધન કઈ છોકરીનો હાથ પકડીને રસ્તા પર ચાલી રહ્યો છે.

મિસ્ટ્રી ગર્લ સાથે જોવા મળ્યો હર્ષવર્ધન
સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભાયાનીએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં હર્ષવર્ધન કપૂર એક મિસ્ટ્રી ગર્લ સાથે ફરતો જોવા મળે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે હર્ષવર્ધન એક છોકરીનો હાથ પકડીને રસ્તા પર ચાલી રહ્યો છે. રસ્તા પર ચાલતી વખતે બંને ઘણી વાતો કરી રહ્યા છે અને ખૂબ હસી રહ્યા છે.

હર્ષવર્ધનનો વીડિયો વાયરલ થયો હતો
આ દરમિયાન હર્ષવર્ધન કપૂર કેઝ્યુઅલ લુકમાં જોવા મળ્યો હતો. તેણે ફ્લોરલ પ્રિન્ટેડ શર્ટ અને શોર્ટ્સ પહેરેલ છે. તે જ સમયે, તેની સાથે જોવા મળેલી છોકરી ક્રોપ ટોપ અને સફેદ શોર્ટ્સમાં ગ્લેમરસ લાગી રહી છે. હર્ષવર્ધન સાથે વાત કરતી વખતે તે ધૂમ્રપાન કરતી જોવા મળે છે. મિસ્ટ્રી ગર્લ સાથે હર્ષવર્ધનનો આ વીડિયો મુંબઈના ખારનો છે, જે ઈન્ટરનેટ પર છવાયેલો છે. યુઝર્સ આના પર કોમેન્ટ કરી રહ્યા છે અને વિવિધ પ્રકારના સવાલો પૂછી રહ્યા છે.

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles