એક ભાઈના ફોનમાં અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો.
સામેથી છોકરીનો અવાજ હતો.
”Excuse me, શું તમે કુંવારા છો ?”
”હા, તમે કોણ ?” ”તમારી બૈરી !
આજે ઘરે આવો પછી તમારી વાત છે !”
થોડીવાર પછી બીજા અજાણ્યા નંબર પરથી બીજો ફોન આવ્યો.
છોકરીનો જ અવાજ હતો,
”હલો, શું તમે પરણેલા છો ?”
‘હા, પણ તમે કોણ ?’
”નાલાયક ! તારી ગર્લ-ફ્રેન્ડ છું !”
”અરે સોરી ડાર્લિંગ !
મને એમ કે મારી બૈરીનો ફોન હશે.”
”તારી બૈરી જ બોલું છું હરામખોર !
આજે તો આવ ? પછી તારી વાત છે…
ભાઇ હજી હોસ્પિટલમાં છે…